આર્થિક રિકવરી ધીમી પડવાના સંકેતે વૈશ્વિક સ્તરે સોનાને ટેકો

આર્થિક રિકવરી ધીમી પડવાના સંકેતે  વૈશ્વિક સ્તરે સોનાને ટેકો

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 21 નવેમ્બર 2020, શનિવાર

સપ્તાહના અંતે વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવમાં આવેલા સુધારાને પગલે ઘરઆંગણે શનિવારે ખાનગીમાં સોનાચાંદીમાં ભાવ ઊંચા બોલાતા હતા. કોરોનાના સેકન્ડ વેવને કારણે આર્થિક રિકવરી ધીમી પડવાના સંકેતે ગોલ્ડને ટેકો મળી રહ્યો છે. વિશ્વ બજારમાં ગોલ્ડ વધતા ઘરઆંગણે તેની લેન્ડિંગ કોસ્ટ વધી જતા ભાવ ઊંચકાયા હતા. ખાનગીમાં ડોલરમાં સાધારણ નરમાઈ રહી હતી. ક્રુડ તેલમાં સપ્તાહ અંતે મક્કમતા રહી હતી.

ઘરઆંગણે મુંબઈ સોનાચાંદી બજાર શનિવાર નિમિત્તે બંધ રહ્યું હતું પરંતુ ખાનગીમાં ગોલ્ડ ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૫૦૨૦૫વાળા રૂપિયા ૫૦૩૦૦ બોલાતા હતા. ૯૯.૯૦ ગોલ્ડના ભાવ રૂપિયા ૫૦૪૦૭વાળા રૂપિયા ૫૦૫૦૦ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૬૨૦૨૭વાળા રૂપિયા ૬૨૨૨૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા.

વિશ્વ બજારમાં સપ્તાહ અંતે ગોલ્ડ એક ઔંસ દીઠ ૧૮૬૬ ડોલરથી વધીને ૧૮૭૧ ડોલર બંધ રહ્યું હતું. ચાંદી  ૨૪.૧૪ ડોલરવાળી ૨૪.૧૮ ડોલર જ્યારે પ્લેટિનમ ઔંસ દીઠ વધી૯૫૦ ડોલર તથા પેલેડિયમ ૨૩૨૯ ડોલર બંધ રહ્યું હતું. વિશ્વ બજારમાં રોકાણકારોએ સમાપ્ત થયેલા સપ્તાહમાં ગોલ્ડમાંથી ૪ અબજ ડોલર પાછા ખેંચ્યા હોવાના અહેવાલ હતા. અમેરિકાના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ  એસપીડીઆરમાં ૪૦ ટન ગોલ્ડ પાછું ખેંચાયુ છે. 

કોરોનાના સેકન્ડ વેવને કારણે આર્થિક રિકવરી મંદ પડવાના ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડના વરતારાથી ગોલ્ડના ભાવને સાધારણ ટેકો મળી રહ્યો છે. સ્વિત્ઝરલેન્ડ ખાતેથી ઓકટોબરમાં ગોલ્ડની એકંદર આયાત ૧૫ ટકા ઘટી ૯૦ ટન રહી હતી.જો કે ભારત ખાતે તેની ગોલ્ડ નિકાસ વધીને ૨૪ ટન રહી છે. 

કોરોનાની વેકસિનના આશાવાદે ક્રુડ તેલમાં મક્કમતા રહી હતી. ન્યુયોર્ક ક્રુડ  પ્રતિ બેરલ ૪૨.૧૫ ડોલર જ્યારે બ્રેન્ટ ૪૪.૯૬ ડોલર બોલાતું હતું.

સ્થાનિક કરન્સી બજાર શનિવાર નિમિત્તે બંધ રહ્યું હતું પરંતુ ખાનગીમાં ડોલર પાંચ પૈસા નબળો પડી ૭૪.૧૦ રૂપિયા બોલાતો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here