આજે ગુજરાતમાં પહેલીવાર રેકોર્ડ 1515 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક

આજે ગુજરાતમાં પહેલીવાર રેકોર્ડ 1515 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક

અમદાવાદ, તા. 20 નવેમ્બર 2020, શુક્રવાર

રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં નોધાતા પોઝિટિવ કેસનો આંકડા ડરામણો આવ્યો છે. ઠંડીનો ચમકારો રાજ્યમાં જેમ-જેમ વધી રહ્યો છે. તેમ-તેમ વાઈરસનો પ્રસાર પણ વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1515 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1271 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 09 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3846 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,78,786 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 71,71,445 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,86,806 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,86,712 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 94 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1515 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 354 અને જિલ્લામાં 19 કેસ, સુરત કોર્પોરેશન એરિયામાં 211 અને જિલ્લામાં 51 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 125 અને જિલ્લામાં 39 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 89 અને જિલ્લામાં 48 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 95 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,190 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,78,786 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3846 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.26% છે.

અમદાવાદની સ્થિતિ

કોરોનાથી અમદાવાદની સ્થિતિ ગંભીર બની છે. હવે અમદાવાદથી કોરોનાને દર્દીઓને આણંદમાં સારવાર માટે શિફ્ટ કરવામા આવી રહ્યા છે. ગતરાતથી અત્યાર સુધીમાં કુલ 50 જેટલા દર્દીઓને આણંદ શિફ્ટ કરાયા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે. અમદાવાદની હોસ્પિટલ્સમાં બેડ ફૂલ થઇ જતા દર્દીઓને આણંદ ખસેડવાનું શરૂ કરાયુ છે. જેમાં કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે. તો હાલની પરિસ્થિતીને જોતા આણંદ આરોગ્ય વિભાગ દ્રારા કંટ્રોલ રુમ શરૂ કરાયો છે.

વડોદરા, સુરત, રાજકોટમાં આજથી રાત્રી કરફ્યૂ

આજે રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્રણેય મહાનગરોમાં પોલીસનો મસમોટો કાફલો તૈનાત થઈ ચુક્યો છે. આજે પહેલો દિવસ હોવાથી પોલીસ નરમ વલણ દાખવવામાં આવ્યું છે. અમદાવાદ બાદ રાજ્યના આ ત્રણ મેટ્રો શહેરમાં રાત્રી કરફ્યૂ લાગુ થઈ ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here