આગરામાં બે વર્ષની બાળકી પર રેપ કરનારાને જજે 'રાક્ષસ' કહી આજીવન કેદ ફટકારી

આગરામાં બે વર્ષની બાળકી પર રેપ કરનારાને જજે 'રાક્ષસ' કહી આજીવન કેદ ફટકારી

આગરા, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

ઉત્તર પ્રદેશના આગરામાં બે વર્ષની બાળકી પર રેપ ગુજારનારા એક શખ્સને જજે રાક્ષસ કહી આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે  મેરઠમાં એક 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાિર્થની પર રેપની ઘટના સામે આવી છે.

આ કિશોરી જ્યારે કરાટેના ક્લાસ માટે જઇ રહી હતી ત્યારે તેનું અપહરણ કરી રેપ ગુજારવામાં આવ્યો. વિદ્યાિર્થનીની સિૃથતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે એક કાર જપ્ત કરી છે જેના પર ભાજપનું સ્ટિકર લાગેલું છે અને ગૌરક્ષા સેવા સમિતી સાથે સંકળાયેલા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પુલકિત સૈની નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે આ વિદ્યાિર્થની પર રેપ ગુજારનારો તેની સાથે કરાટેના ક્લાસમાં જતો હતો. પુલકિતનું કહેવું છે કે તે ભાજપ અને ગૌરક્ષા સેવા સમિતી સાથે જોડાયેલો છે. રેપ ગુજારવામાં આવ્યો તેના 15 કલાક બાદ પીડિતા બોલી શકી તેવી હાલત કરી દેવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કારમાં લોહીના નિશાન પણ મળી આવ્યા છે. પીડિતાના કપડામાં પણ લોહી હતું. બીજી તરફ એસએસપીનો દાવો છે કે આરોપીનો કોઇ પક્ષ સાથે નાતો નથી, ખોટુ સ્ટિકર લગાવવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં એક વર્ષ પહેલા માત્ર બે વર્ષની બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો હતો, આ કેસના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 

આગરાના પોક્સો કોર્ટના સ્પેશિયલ જજે સુનાવણી વેળાએ કહ્યું હતું કે આ પ્રકારના રાક્ષસોનું સમાજમાં કોઇ જ સૃથાન નથી. હોરી લાલ નામના આ શખ્સને બાદમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

15 ઓક્ટોબર 2019ના રોજ હોરી લાલ ઉર્ફે નરેશ નામનો શખ્સ આગરામાં આ બાળકીને મળ્યો હતો અને તેને ખાવાનું આપીશ કહીને અજાણ્યા સૃથળે લઇ ગયો હતો. જ્યાં તેના પર રેપ ગુજારવામાં આવ્યો હતો, બાળકી સાત દિવસ સુધી હોસ્પિટલમાં તડપતી રહી જોકે અંતે તેને બચાવી લેવામાં આવી હતી. 

આ કેસમાં પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. જોકે ચુકાદો આવવામાં એક વર્ષ લાગી ગયું હતું. જજ વીકે જયસ્વાલે કહ્યું કે આવા રાક્ષસોની સમાજમાં કોઇ જ જગ્યા નથી, આજીવન કેદની સાથે બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જે રકમ પીડિતાના પરિવારને આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here