2021, બુધવાર
ગુજરાતના માજી સૈનિકો
અને વિર નારીઓને લગતા ૧૪ મુદ્દાઓના નિરાકરણ કરવા ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા
વારંવાર પત્રો લખી રજૂઆત કરાઈ છે.પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતાં અરવલ્લી
જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત માજી સૈનિક સંગઠન
દ્વારા વિવિધ ૧૪ મુદ્દાઓને લઈ અગાઉ તા.૨૬ અને ૨૭/૧/૨૦૨૦ ના રોજ ગાંધી ચિંધ્યા
માર્ગે જઈ સરકારમાં રજૂઆત કરાઈ હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મૌખિક આશ્વાસન
આપેલા અને જલ્દીથી માજી સૈનિકોના તમામ ૧૪ મુદ્દાઓનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી
હતી. પરંતુ એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી.
જેને લઈ રાજયભરમાં માજી
સૈનિકો દ્વારા આવેદનપત્રો અપાયા છે.ત્યારે અરવલ્લી જિલ્લા માજી સૈનિક સંગઠનના
પ્રમુખ મહેશભાઈ પટેલ અને માજી સૈનિકો દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા કલેકટર અમૃતેશ
ઔરંગાબાદકરને આવેદનપત્ર આપી ગુજરાત માજી સૈનિકો અને વિર નારીઓને લગતા વિવિધ ૧૪
મુદ્દાઓ અંગે નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી.