અમેરિકામાં ૬૮ વર્ષ પછી મહિલા ગુનેગારને મૃત્યુદંડ અપાયો


ટેરે હૌટ, તા. ૧૩
અમેરિકામાં ૬૮ વર્ષ પછી મહિલા ગુનેગારને મૃત્યુદંડ અપાયો હતો. ઈન્ડિયાના સ્ટેટના ટેરે હૌટની જેલમાં ૫૨ વર્ષની મહિલા ગુનેગારને ઝેરી ઈન્જેક્શન અપાયું હતું. આ મહિલાના મૃત્યુદંડનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડ આપવાની પરવાનગી દીધી હતી એ પછી અમલ થયો હતો.
અમેરિકામાં ૫૨ વર્ષની લીલી મોન્ટગોમેરી નામની મહિલાને મોતની સજા અપાઈ હતી. જેલ પ્રશાસને કહ્યું હતું એ પ્રમાણે મહિલાને મોડી રાત્રે ૧.૩૧ કલાકે મૃત્યુદંડ અપાયો હતો. જેલમાં તૈનાત મહિલા અધિકારીએ ગુનેગાર મહિલાને છેલ્લાં શબ્દો માટે પૂછ્યું હતું, પરંતુ મહિલા ગુનેગારે કશું જ બોલવાનું પસંદ કર્યું ન હતું. એ પછી નિયત પ્રક્રિયા પ્રમાણે મહિલાને લીથલનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું.
આ મહિલાએ ૨૦૦૪માં એક ૨૩ વર્ષની યુવતીની હત્યા કરી નાખી હતી અને તેનું પેટ ચીરીને આઠ માસનું બાળક બહાર કાઢી લીધું હતું.એ  મહિલાએ કહ્યું હતું તે બાળક એનું છે.
જુલાઈ પછી અમેરિકામાં ૧૧ ગુનેગારોની જેલની સજાનો અમલ કરાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ટર્મ પૂરી થવામાં છે ત્યારે જ ચાર ગુનેગારોને મોતની સજા આપવામાં આવી હતી.
લિઝા ૬૮ વર્ષ પછી મોતની સજા મેળવનારી પ્રથમ કેદી હતી. એ પહેલાં ૧૯૫૩માં  જાસૂસીના આરોપ હેઠળ ઈથલ રોબેનબર્ગને મોતની સજા આપવામાં આવી હતી. એ પછી ૬૮ વર્ષથી એક પણ મહિલા ગુનેગારને મોતની સજા કરવામાં આવી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here