અમદાવાદ, તા. 14 જાન્યુઆરી 2021 ગુરૂવાર
અમદાવાદ શહેરમાં ઉતરાયણ પર્વની શરૂઆત થઈ ગઈ છે. લોકો વહેલી સવારથી ધાબા પર પંતગ ઉડાવવા માટે ચડી ગયા છે. બીજી તરફ પવન પણ પંતગ રસીકોનો સાથ આપી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પતંગની દોરીથી વાહન ચાલકનું ગળું કપાયાની ઘટના સામે આવી છે અને વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના આર ટી ઓ સર્કલ પાસે યુવાન વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે કપાયેલી દોરી એ જીવલેણ સાબિત થઈ રહી છે.