અબડાસા વિધાનસભા પેટા ચુંટણીના ૭ ફોર્મ રદઃ સોમવારે ચિત્ર સ્પષ્ટ થશે

અબડાસા વિધાનસભા પેટા ચુંટણીના ૭ ફોર્મ રદઃ સોમવારે ચિત્ર સ્પષ્ટ થશે

ભુજ,શનિવાર

૩ જી નવેમ્બરે યોજાનાર અબડાસા વિાધાનસભાની પેટા ચુંટણીમાં ગત રોજ ઉમેદવારીપત્ર ભરવા ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. છેલ્લા દિવસે ૧૪ ઉમેદવારોએ નામાંકન પત્ર ભરતા કુલ આંક ૩૨ પર પહોંચ્યો હતો. ત્યારે આજે ચકાસણીમાં ૭ ફોર્મ રદ થયા હતા.

આજે નામાંકનપત્રોની ચકાસણી થઈ હતી. જયારે સોમવારે નામાંકન પત્ર ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે આજે, ફોર્મ ચકાસણીના ૩૨માંથી ૭ ફોર્મ રદ થયા હતા. ૨૫ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જો કે, ૧૯ ઉમેદવારો વચ્ચે ચુંટણી ખેલાય તેવી આજ સુાધીની સંભાવના ઉભી થઈ હતી. જેમાં ૧૪ અપક્ષ તાથા ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિાધ પક્ષના પ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પરંતુ હજુ સોમવારે ઉમેદવારીપત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી સોમવારે ચુંટણીનું સ્પષ્ટ ચિત્ર ઉભુ થશે.

દરમિયાન, આજે દાવેદારી નોંધાવનારા ૩૧ ઉમેદવારોએ એફીડેવીટના પ્રાથમ પાના પર સહી ન કરી હોવાના આક્ષેપ સાથે તમામ ફોર્મ રદ કરવાની માંગ કરી અપક્ષ મહિલા ઉમેદવારે લેખિતમાં વાંધો ઉઠાવી પોતાને બિનહરીફ જાહેર કરવા માંગ કરતા તંત્રને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here