અબડાસા, ગાંધીધામ, અંજારમાં તેજ પવન સાથે દોઢ ઈંચ વરસાદ

અબડાસા, ગાંધીધામ, અંજારમાં તેજ પવન સાથે દોઢ ઈંચ વરસાદ

ભુજ,શનિવાર

અરબી સમુદ્રમાં ડિપ્રેશનની અસર તળે કચ્છના વાતાવરણમાં છેલ્લા બે દિવસાથી પલ્ટો આવવા સાથે વરસાદી માહોલ છવાયો છે. અબડાસામાં દોઢ ઈંચ તેમજ અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. ભુજમાં સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. ડરામણા માહોલાથી લોકોમાં ગરભરાટ ફેલાયો હતો. કમોસમી વરસાદાથી ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તીત થતા તેમજ સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહેવા પામ્યો છે. ભારે ઉકળાટ બાદ નવરાત્રિના પ્રાથમ દિવસે અબડાસામાં બપોરે ૪થી ૬ દરમિયાન ૩૭ મી.મી. વરસાદ જિલ્લા કંટ્રોલ રૃમમાં નોંધાયો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે નલિયામાં ધોધમાર વરસાદ પડયો હતો. દોઢ ઈંચ વરસાદ વરસતા બજારમાં માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના વરાડીયા ગામે પણ ભારે ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અબડાસામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.

જિલ્લા માથક ભુજમાં ગત સાંજાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાત્રિના ઝાપટા વરસ્યા હતા. શનિવારની સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. પોણા સાત વાગ્યની આસપાસ ઝાપટુ વરસતા માર્ગો ભીના થયા હતા. ઝાપટા બાદ દિવસભર ભારે ઉકળાટ અનુભવાયો હતો. સાંજે ફરી ગાજવીજ સાથે વરસાદનું ઝાપટુ વરસ્યું હતું. વીજળીના કડાકા ભડાકાથી ડરામણો માહોલ ઉભો થયો હતો. સાંજ સુાધીમાં ભુજમાં ર૦ મીમી એટલે કે એકાદ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. લોકો ભયભીત થયા હતા. તાલુકાના દેશલપર, વાંઢાય, કુરબઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મોડી સાંજે ગાંધીધામમાં પણ ધોધમાર ૩૯ મીમી એટલે કે દોઢ ઈંચ અને અંજારમાં પણ ૩૦ મીમી વરસાદ વરસી ગયો છે. જ્યારે ભચાઉમાં પ મીમી વરસાદ વરસ્યો હતો.પાવર પટ્ટી વિસ્તારના નિરોણા ગામમાં સાંજે ઝરમર વરસાદ ચાલુ થયો હતો. કંડલામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું ઝાપટુ પડયું હતું. વાગડ વિસ્તારમાં ગત રાત્રે વરસાદના ઝાપટા પડયા હતા. રાપર તાલુકાના સલારી, ધાણીથર, ગાગોદર, વલ્લભપર, બાદરગઢ, ખીરઈ, ચિત્રોડ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડયા હતા. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

દરિયો તોફાની બનશે, બે દિવસ રથી ૪ મીટરના મોજા ઉછળશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં તેજ પવન સાથે હળવા-ભારે ઝાપટા વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગે પણ દરિયાકાંઠાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગામી બે દિવસ સુાધી દરિયો તોફાની રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીમાં કચ્છના સંદર્ભમાં જોઈએ તો આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ૪૦થી પ૦ કિમીની ઝડપાથી પવન ફૂંકાઈ શકે છે. આ ઝડપ વાધીને થોડા સમય માટે પપ કિમી સુાધી જઈ શકે છે. જિલ્લાના માંડવીથી જખૌ સુાધીના દરિયામાં બેાથી ચાર મીટર સુાધીના મોજા ઉછળશે, જેના કારણે દરિયો તોફાની બનશે. આ સિૃથતિમાં માછીમારોને આગામી તા.ર૧ સુાધી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી બે દિવસ સુાધી આવી સિૃથતિ  રહેશે. ત્યાર બાદ લો પ્રેશર નબળુ પડતા સિૃથતિ સામાન્ય થઈ જવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here