અટલ ટનલ બાદ હવે એશિયાની સૌથી લાંબી જોઝિલા ટનલનુ કામ 15 ઓક્ટોબરથી શરુ થશે

અટલ ટનલ બાદ હવે એશિયાની સૌથી લાંબી જોઝિલા ટનલનુ કામ 15 ઓક્ટોબરથી શરુ થશે

નવી દિલ્હી,  તા.11 ઓકટોબર 2020, રવિવાર

લદ્દાખની રાજધાની લેહ અને શ્રીનગરને જોડતી 14.2 કિલોમીટર લાંબી એશિયાની સૌથી મોટી ટનલ બનાવવાનુ કામ 15 ઓક્ટોબરથી શરુ થશે.જેનો પ્રારંભ કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી કરાવશે.

14.2 મિટર લાંબી સુરંગ વ્યૂહાત્મક રીતે બહુ મહત્વની પૂરવાર થશે.જે રીતે અટલ ટનલના કારણે રોહતાંગ પાસ બારે મહિના ખુલ્લો રહી શકશે તે રીતે આ જોઝિલા પાસ પર બનનારી આ ટનલના કારણે લેહ જમ્મુ કાશ્મીર થકી દેશના બીજા હિસ્સા સાથે બારે મહિના જોડાયેલુ રહી શકશે.6 વર્ષમાં ટનલ બનીને તૈયાર થશે તેવુ અનુમાન છે.

જોઝિલા પાસ 3000 મીટરની ઉંચાઈએ આવેલો છે.ચીન અને ભારત વચ્ચેના તનાવને જોતા તેનુ વ્યૂહાત્મક મહતહ્વ વધી ગયુ છે.ટનલ બનવાના કારણે દરેક પ્રકારની સિઝનમાં શ્રીનગરથી લેહ વચ્ચે અવર જવર શક્ય બનશે.આ સુરંગ બનવાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.હાલમાં જોઝિલા પાસના રસ્તે માત્ર 6 મહિના માટે શ્રીનગર અને લેહ વચ્ચે અવર જવર શક્ય બને છે.આ રસ્તો દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓમાં સામેલ છે.

ટનલ બનવાના કારણે 3 કલાકની મુસાફરી 15 મિનિટમાં પુરી થઈ શકશે.સમયની સાથે સાથે ફ્યુલનો પણ બચાવ થશે.ટનલ નિર્માણની કામગીરીથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઉભી થશે.ટનલ માટે લગભગ સાડા ચાર હજાર કરોડનો ખર્ચ થવાનો છે.ટનલની સુરક્ષા માટે પછણ સંખ્યાબંધ પગલા ભરવામાં આવશે.તેની સાથે સાથે 18 કિલોમીટર લાંબો એપ્રોચ રોડ પણ બનાવાશે.ટનલમાં બંને તરફ સાઈડ વોક હશે, ફાયર એલાર્મ પુશ બટન, પોર્ટેબલ ફાયર ઈક્વિપમેન્ટ, ટેલિફોન જેવી સુવિધાઓ સુરંગની અંદર રહેશે.સીસીટીવી લગાડાશે અને સુરંગ પર નજર રાખવા સેન્ટ્રલ કંટ્રોલ રુમ બનાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here