અંબાણીને પછાડી અદાણી આગળ નીકળી ગયા, વર્લ્ડ લિસ્ટમાં નવમું સ્થાન મેળવ્યું

અંબાણીને પછાડી અદાણી આગળ નીકળી ગયા, વર્લ્ડ લિસ્ટમાં નવમું સ્થાન મેળવ્યું


– આ વર્ષે ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.41 લાખ કરોડનો વધારો, મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ વધી

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

ગૌતમ અદાણીની ખાનગી સંપત્તિ તેમના સમકાલીન ઉદ્યોગપતિઓની સરખામણીમાં સૌથી વધારે તેજી ગતિથી આગળ વધી રહી છે. ખાનગી વેબસાઈટના સમાચાર પ્રમાણે અદાણી ગૃપ કેપ માર્કેટ કેપિટલાઈજેશનમાં સૌથી વધુ વધારો થયો છે. 

અદાણીની સંપત્તિ વર્ષ 2020માં 19.4 અબજ ડોલરથી વધીને 30 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી તેમની 6 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 27 અબજ ડોલર એટલે કે, 2.1 લાખ કરોડ રૂપિયા વધી ગયુ. અદાણી વેલ્થ ક્રિએટરની યાદીમાં 9માં સ્થાન પર પહોંચી ગયા છે. સ્ટીવ વામર, લેરી પેજ અને બિલ ગેટ્સ તેમની પાછળ છે.

અદાણીની કંપનીઓના શેરમાં ભારે વધારો
અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઈજેજ, અદાણી ગેસ અને અદાણી ટ્રંસમિશનના શેરના ભાવમાં ભારે વધારાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં આ ભારે વધારો થયો છે. આ વર્ષે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 551 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે કે, અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઈજેજના શેરના ભાવ ક્રમશઃ 103 અને 85 ટકા વધ્યો છે. આ પ્રકારે અદાણી ટ્રાંસમિશન અને અદાણી પોર્ટ્સના શેરમાં 38 અને 4 ટકાનો વધારો થયો છે. જોકે, આ દરમિયાન અદાણી પાવરના ભાવમાં 38 ટકાનો ઘટાડો આવ્યો છે.

મ્યૂચુઅલ ફંડ્સનો રસ અદાણીની કંપનીઓને શેરમાં નથી
પરંતુ એ રસપ્રદ છે કે, અદાણીની કંપનીઓના શેરમાં ભારે ઉછાળ છતાં મ્યૂચુઅલ ફંડ્સે તેમાં વધારે રસ દાખવ્યો નથી. કેટલાક મ્યૂચુઅલ ફંડ્સની અદાણી પોર્ટ્સમાં 4 ટકા ભાગીદારી છે તો અદાણી એન્ટરપ્રાઈજેજમાં 1 ટકા. અદાણીની બાકી કંપનીઓના મ્યૂચુઅલ ફંડોએ પૈસા લગાવ્યા નથી. વર્ષ 1988માં કમોડિટી ટ્રેડિંગ બિઝનેસમાં ઉતરનાર અદાણી આજ પોર્ટ, એરપોર્ટ, એનર્જી, રિસોર્સેજ, લોજિસ્ટિક્સ, એગ્રી બિઝનેસ, ડિફેંસ સહિત ઘણા બિઝનેસમાં સક્રિય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here